પરિચય

અમે છીએ

પ્રોફેશનલ ફર્નિચર મેકર

બનાવીશું તમને જોઈતું ફર્નિચર, તમારા બજેટમાં

અમે અમદાવાદ, ગુજરાત સ્થિત પ્રોફેશનલ્સની એક ટીમ છીએ.

અમે બે દાયકાથી વધુ સમયથી, રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ તથા ઇન્ટિરીયર ડિઝાઇનિંગ જેવાં સેક્ટર્સમાં કાર્યરત છીએ.

અમારા આ અનુભવ દરમિયાન અમને સમજાયું કે પોતાનું નવું ઘર, શોપ કે ઓફિસ ખરીદતા લોકો માટે ફર્નિચર મેકિંગ એક મોટો પ્રશ્ન હોય છે.

સૌ માટે તેનાં કારણો જુદાં જુદાં હોય છે.

ઇન્ટિરિયર ડિઝાઇનર = મોટું બજેટ

ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે જઇએ તો સારી ડિઝાઇન્સ મળે પરંતુ એમની કોસ્ટ આકરી હોય!

રેડીમેડ ફર્નિચર = ઓછી ચોઇસ

રેડીમેડ ફર્નિચર ખરીદવા જઇએ તો એકસરખો લુક ન મળે અને પસંદગી માટે પૂરતી ચોઇસ પણ ન મળે!

મિસ્ત્રી = વધુ પડતી ઝંઝટ

જાતે કોઈ મિસ્ત્રીને શોધીએ તો નાની નાની વાતની મગજમારી આપણે માથે આવે! એટલો ટાઇમ કોની પાસે છે?

અમે લાવ્યા છીએ આ ત્રણેય તકલીફનું પરફેક્ટ સોલ્યુશન!

આ છે અમારી ઓળખ

ઝડપી કામ, શ્રેષ્ઠ ગુણવત્તા

૧૦ વર્ષનો અનુભવ, સંપૂર્ણ વિશ્વાસ

પરફેક્ટ પ્લાનિંગ, પારદર્શક ખર્ચ

ફર્નિચર એટ ઇઝ શા માટે

Z

વર્ષોના અનુભવી, કુશળ કાર્પેન્ટર્સની ટીમ

અમારી સમગ્ર ટીમ એકદમ પ્રોફેશનલ રીતે કામ કરવા તાલીમબદ્ધ છે, જે તમારી ચોઇસ, કન્વીનીયન્સ અને બજેટ, બધું જ બરાબર જાળવશે.

Z

યુનિક ડિઝાઇન્સની ખાતરી

અમે તમને એક્સ્લુઝિવ ફર્નિચર ડિઝાઇન્સનું કેટેલોગ આપીશું, તેમાંથી પસંદ કરો અથવા તમને ગમી ગયેલી કોઈ પણ ડિઝાઇન અમને બતાવો.

Z

ક્વોલિટી મટિરિઅલ્સનો વિશ્વાસ

અમે હંમેશાં બેસ્ટ ક્વોલિટી મટિરિઅલ્સનો ઉપયોગ કરીએ છીએ, જેથી તમારું ફર્નિચર જળવાઈ રહે વર્ષો સુધી.

Z

પર્સનલાઇઝ્ડ સર્વિસ

ડિઝાઇન કન્સલ્ટેશનથી લઈને ફર્નિચર મેકિગ સુધી દરેક વાતના કેન્દ્રમાં હંમેશાં તમે રહેશો. આપણો સંબંધ પહેલા પ્રોજેક્ટ પછી વર્ષો સુધી જળવાશે એની ખાતરી રાખજો.